ભરૂચના વાલિયા ખાતે આયોજન

પોલીસ મથકે વાર્ષિક ઇન્સ્પેકશન યોજાયું

એસ.પી.અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં આયોજન

પોલીસ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા ચર્ચા

ભરૂચ એસપી અક્ષયરાજ મકવાણાએ વાલિયા પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેક્શન સાથે કામગીરી અને શિસ્તની  ઝીણવટભરી સમીક્ષા કરી હતી.

ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ વાલિયા પોલીસ સ્ટેશનની વાર્ષિક ઇન્સ્પેક્શન મુલાકાત લઈ પોલીસ સ્ટેશનની કામગીરી, વહીવટી વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.

ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી.ચૌધરી સાથે વિવિધ વહીવટી તેમજ કાયદાકીય મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. એસપીએ ગુનાઓની તપાસની પ્રક્રિયા, કેસોની પ્રગતિ, પોલીસ રેકોર્ડની જાળવણી અને કાયદો-વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.