અરવલ્લી જિલ્લાના મેઘરજ નગરમાં પહેલા જ વરસાદે તંત્ર દ્વારા બનાવેલ વિકાસ પથમાં ભુવો પડતા ગાય ખાડમાં ખાબકી હતી જેના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે.

અરવલ્લી જિલ્લાના મેઘરજ નગરમાં એક વર્ષ અગાઉ ગેલીમતા મંદિરથી જુના બસ સ્ટેશન સુધીના મુખ્ય માર્ગની બંને બાજુએ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરોડોના ખર્ચે વિકાસ પથ બનાવવા માં આવ્યો છે શરૂઆતથી જ વિવાદમાં રહેલ આ સુવિધા પથમાં  પહેલા જ વરસાદમાં મોટો ભુવો પડ્યો છે.આ સુવિધા પથ ઠેર ઠેર તૂટી ગયો છે. સુવિધા પથ પર એક નાનો ભુવો હતો તેમાં એક ગાય ત્યાંથી પસાર થતા આ પથ વધુ તૂટ્યો હતો અને ગાય સીધી ખાડામાં ખાબકી હતી .આ સમગ્ર ઘટના ના સીસીટીવી પણ સામે આવ્યા છે ત્યારે આ સુવિધા પથનું વહેલી તકે સમારકામ કરાવવા આવે એ જરૂરી છે.