ભરૂચ એ ડીવીઝન પોલીસે ધોળીકુઈ બજાર હનુમાન ગલી ઝૂપડપટ્ટી નીચે નર્મદા નદીના પટમાં જુગાર રમતા ત્રણ જુગારીયાઓને ૨૦ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ધોળીકુઈ બજાર હનુમાન ગલી ઝૂપડપટ્ટી નીચે નર્મદા નદીના પટમાં જુગારધામ ચાલી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા ૮ હજાર અને બે ફોન મળી કુલ ૨૦ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ધોળીકુઈ બજાર હનુમાન ગલીમાં રહેતો જુગારી કિરપાલસિંહ અરબસિંહ ટાંક,સંજુસિંગ અનારસિંગ ટાંક અને કાલુસિંગ માનસિંગ ટાંકને ઝડપી પાડ્યો હતો જયારે અન્ય બે જુગારી ફરાર થઇ ગયા હતા.
