ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગનું આયોજન

‘રાષ્ટ્ર સેવાનું પ્રતિબિંબ’ના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો

ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ

પટેલ પંચની વાડી-ઝાડેશ્વરમાં યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો

ભાજપ આદિજાતિ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ રહ્યા ઉપસ્થિત

ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ અને ‘રાષ્ટ્ર સેવાનું પ્રતિબિંબ’ના સંયુક્ત ઉપક્રમે ભરૂચના ઝાડેશ્વર ગામ સ્થિત પટેલ પંચની વાડી ખાતે ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે ‘યુવા સંવાદ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું.

ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ અને ‘રાષ્ટ્ર સેવાનું પ્રતિબિંબ’ના સંયુક્ત ઉપક્રમે ભરૂચના ઝાડેશ્વર ગામ સ્થિત પટેલ પંચની વાડી ખાતે ‘યુવા સંવાદ કાર્યક્રમ’ યોજાયો હતો. ‘યુવાનો સાથે વિચાર…વિકાસ તરફ પગલું…’ના સંકલ્પ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત ભાજપ આદિજાતિ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ સ્વીકૃતિ તડવીએ યુવાનો સાથે સંવાદ સાધી ભગવાન બિરસા મુંડાના જીવન, સંઘર્ષ અને આદર્શો માંથી પ્રેરણા લેવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2021’થી ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાની શરૂઆત કરાવી જનજાતિ સમાજના ગૌરવશાળી ઇતિહાસ અને વારસાને વિશેષ સન્માન આપ્યું છે. આ પ્રસંગે વહીવટી તંત્રના અધિકારીઓ, સંગઠનના પદાધિકારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.