ભરૂચના આમોદ શહેરમાં રખડતાં પશુઓની સમસ્યા ફરી એકવાર સામે આવી છે. નગરપાલિકાની કચેરીથી માત્ર 200 મીટરના અંતરે એક રખડતી ગાયના ગળામાં સાયકલ અને શાકભાજી-ફ્રૂટની કેરેટ ફસાઈ હોવાનો વીડિયો વાયરલ થયો છે. દશેરાની રાત્રિના આ વીડિયોને પગલે નગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
શહેરમાં રખડતાં પશુઓને કારણે સર્જાતી સમસ્યાઓ વચ્ચે આ ઘટના સામે આવતાં નાગરિકોમાં ચિંતા જોવા મળી રહી છે. એક તરફ નગરપાલિકા દ્વારા એક જ દિવસમાં પાંચ રખડતાં પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવી હોવાની માહિતી છે, તો બીજી તરફ શહેરમાં રખડતાં પશુઓની સમસ્યા યથાવત્ રહેતાં કામગીરીની અસરકારકતા અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે.કેટલાક જાગૃત નાગરિકોએ ગાયના ગળામાંથી સાયકલ અને કેરેટ બહાર કાઢ્યું હતું.
