ભરૂચ શહેરના મક્તમપુર રહેતા અને મૂળ નેપાળના નબીન સોનીની પત્ની 21 વર્ષીય નનુ એક વર્ષના પુત્ર કમલ સાથે 18 જુલાઈએ તુલસીધામ ત્રણ રસ્તા ખાતે ખરીદી કરવા નીકળ્યા હતા. ખરીદી કરીને પરત ફરતી વખતે તેઓ રસ્તો ભુલા પડી ગયા હતા. મહિલા પાસે કોઈ મોબાઈલ ફોન ન હતો તેમજ તેમને નેપાળી સિવાય અન્ય કોઈ સ્થાનિક ભાષા આવડતી ન હોવાથી તેઓ ઘરે પરત પહોંચી શક્યા ન હતા. આ અંગે પરિવારજનોએ 20 જુલાઈના રોજ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.
PI એન.આર. ચૌધરી અને તેમની ટીમે અલગ-અલગ ટુકડીઓ બનાવી તપાસ શરૂ કરી હતી. CCTV કૅમેરા તપાસતાં યુવતી બાળકી સાથે ઝાડેશ્વર ચોકડી પરથી રિક્ષામાં બેસી અંકલેશ્વર જતી જોવા મળી હતી. આગળ તપાસ કરતા બંને સુરત તરફ જતી બસમાં બેસીને ગયા હોવાનું જણાયું હતું. પોલીસ ટીમે ત્વરિત કાર્યવાહી કરીને સુરત મોટા વરાછા ખાતેથી માતા અને સંતાનને સલામત રીતે શોધી કાઢ્યા હતા. સુરતથી ભરૂચ લાવી તેમના પરિવાર સાથે મિલન કરાવતા જ પરિવારજનો ભાવવિભોર થઇ ઉઠ્યા હતા. સાત મહિનામાં સી ડિવિઝન દ્વારા 35 ગુમસુદા પૈકી 29 ને શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરાઈ છે.
ભરૂચ: સી ડિવિઝન પોલીસે ગુમ થયેલ નેપાળી મહિલા અને તેના એક વર્ષના બાળકને સુરતથી શોધી પરિવાજનો સાથે મિલન કરાવ્યું
