ભરૂચ તાલુકાના વડદલા ગામ નજીક આવેલા જીએનએફસી કંપનીના તળાવમાં મગર દેખાયો હોવાની માહિતી સામે આવી છે. તળાવમાં મગર જોવા મળતા આસપાસના વિસ્તારમાં ચિંતા સાથે સાવચેતીનો માહોલ સર્જાયો છે.મગરની હાજરીને પગલે ગ્રામજનો અને ખાસ કરીને બાળકો તળાવથી દૂર રહે તે માટે અપીલ કરવામાં આવી છે.

કોઈપણ વ્યક્તિ તળાવમાં નાહવા કે ફરવા માટે ન જાય તેમજ આસપાસના વિસ્તારમાં અવરજવર કરતી વખતે પણ ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.આ ઉપરાંત, તળાવમાં દેખાયેલા મગરને લઈને વન વિભાગને તાત્કાલિક જરૂરી પગલાં ભરવા અને મગરને સલામત રીતે રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરવા તાકીદ કરવામાં આવી છે.