આમોદ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી ઉફાન પર આવી

ઢાઢર નદી 97 ફૂટે પહોંચતા કાંઠા વિસ્તારોમાં વ્યાપી છે ચિંતા

વરસાદમાં વિરામ મળતાં આસપાસના ગ્રામજનોને મોટી રાહત

તાલુકા પંચાયત સભ્યએ કાંઠા વિસ્તારો-ખેતરોની મુલાકાત લીધી

જનપ્રતિનિધિઓએ ગ્રામજનોને સાવચેત રહેવા ખાસ અપીલ કરી

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી 97 ફૂટે પહોંચતા કાંઠા વિસ્તારોમાં ચિંતા વ્યાપી છે. જોકે, વરસાદે વિરામ લેતા લોકોને આંશિક રાહત મળી છે.

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીનું જળસ્તર 97 ફૂટે પહોંચતાં કાંઠાના વિસ્તારોમાં ચિંતા વધી છે. ઉપરવાસમાંથી પાણીની આવક હોવાથી નીચાણવાળા ખેતરોમાં પાણી પ્રવેશવાની શરૂઆત થઈ છે. જોકે, વરસાદમાં વિરામ મળતાં લોકોને આંશિક રાહત મળી છે.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તાલુકા પંચાયત સભ્ય ભૂપેન્દ્ર ગોહિલ અને ધર્મેન્દ્રસિંહ રાજ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં દાદાપોર, મહાપુરા સહિતના નદી કાંઠાના વિસ્તારો અને ખેતરોની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. જનપ્રતિનિધિઓએ ગ્રામજનોને સાવચેત રહેવા અને પાણીની સ્થિતિમાં કોઈપણ ફેરફાર જણાય તો તાત્કાલિક તંત્રને જાણ કરવા અપીલ કરી છે.