ભરૂચ શહેર ખાતે જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ (JCI) તથા ભરૂચ સાયકલીસ્ટ ગ્રુપના સહયોગથી પર્યાવરણના રક્ષણ માટે સાયકલ ચલાવો, પર્યાવરણ બચાવોના નારા સાથે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ (JCI) તથા ભરૂચ સાયકલીસ્ટ ગ્રુપના સહયોગથી યોજાયેલ સાયકલ રેલીને નારાયણ વિદ્યાલયના આચાર્ય ડો. ભગુ પ્રજાપતી, ભરૂચ JCIના પ્રમુખ JC જગદીશ પટેલ, અમૂલના માર્કેટિંગ હેડ જયસીલ મોદી તેમજ JC પુષ્કર જોષી, JC મયુરિકા રાજપુત અને રાજવીરસીંહ ઠાકોરે લીલી ઝંડી બતાવી સાયકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાયકલ રેલી ભરૂચના ઝાડેશ્વર રોડથી કસક સર્કલ થઈ રેલ્વે સ્ટેશનથી પાંચબતી સર્કલ થઈ શક્તિતાથ સર્કલથી માતરીયા તળાવ ખાતે પહોચતા સમાપન કરવામાં આવ્યું હતું.
રેલી દરમ્યાન નારાયણ સ્કુલના વિદ્યાર્થીઓ સહિત ભરૂચ સાયકલીસ્ટ ગ્રુપના સભ્યો તથા JCI ભરૂચના સભ્યો જોડાયા હતા, ત્યારે સાયકલ રેલીના સમાપન પ્રસંગે ઉપસ્થિત સૌને સન્માન પત્ર એનાયત કરવામાં આવી હતા, ત્યારે પ્રોજેકટ ઈન્ચાર્જ JC જગત જોષી અને JCI વિક ચેરમેન JC દીશા ગાંધીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
