ભરૂચ: CISFના સ્થાપના દિવસ નિમિત્તે તા.16 માર્ચે સાયકલોથોન યોજાશે, આયોજન સંદર્ભે યોજાય બેઠક
સીઆઈએસએફ(સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ)તેના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણી એક નવી પહેલ સાથે કરવા જઈ રહ્યું છે. ભરૂચ | ગુજરાત | સમાચાર |
સીઆઈએસએફ (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ)ના જવાનો દેશના મહત્વપૂર્ણ ઔદ્યોગિક સાહસો, એરપોર્ટ, દરિયાઈ બંદરો, પરમાણું અને અંતરીક્ષ અનુસંધાન કેન્દ્રો, સરકારી ભવનો, પ્રવાસન કેન્દ્રો તથા અન્ય સંવેદનશીલ સંસ્થાઓની સુરક્ષા અર્થે રાત-દિવસ ખડેપગે રહે છે. ભરૂચ જિલ્લામાં પણ સુરક્ષા વ્યવસ્થા પણ CISF દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે સીઆઈએસએફ(સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ)તેના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણી એક નવી પહેલ સાથે કરવા જઈ રહ્યું છે.
ભરૂચ જિલ્લામાં ૧૬મી તારીખે આ સાયકલ રેલીનું આગમન થનારૂ છે. રેલીના આયોજનની પૂર્વ તૈયારી માટે નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાંધલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.આ રેલીમાં વધુને વધુ લોકોને તથા સાયકલિસ્ટોને જોડાવા માટે જિલ્લા અધિક કલેકટર તથા CISF કમાન્ડર કૃતિકા નેગી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
