ભરૂચ જિલ્લાના નબીપુર ગામ સ્થિત સાર્વજનિક હોસ્પિટલ ખાતે સ્ટ્રોક જાગૃતિ અને કમરના દુઃખાવા માટે ફ્રી મેગા ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો.
ભરૂચ જિલ્લાના નબીપુર ગામ સ્થિત સાર્વજનિક હોસ્પિટલ ખાતે આલ્ફા ન્યુરો-સ્પાઇન હોસ્પિટલ અને રોબોટિક ફિઝિયોથેરાપી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી એક ભવ્ય અને નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ ખાસ કરીને સ્ટ્રોક એટલે કે, લકવાની જાગૃતિ અને કમર તેમજ ગરદનના દુઃખાવાથી પીડાતા દર્દીઓ માટે રાખવામાં આવ્યો હતો. હોસ્પિટલના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, લાભાર્થી દર્દીઓને અનેક સ્વાસ્થ્ય સેવાઓ તદ્દન મફત અને રાહત દરે પૂરી પાડવામાં આવી હતી. નિઃશુલ્ક તપાસ, મફત દવાઓ, બીપી અને સુગર ચેકઅપ, ઓક્સિજન તપાસ તેમજ મફત BMD TEST અને ઓસ્ટિયોપોરોસિસનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડોકટર અમિત ગામિતે સેવાઓ આપી હતી. આ પ્રસંગે નબીપુર હોસ્પિટલના ટ્રસ્ટીઓ, સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોએ ઉપસ્થિત રહ્યા હતા.
