ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
જનજાગૃતિ રેલીનું આયોજન
પોલીસ અને આર.ટી.ઓ વિભાગનું આયોજન
રોડ સેફટી અંગે જનજાગૃતિ રેલી
રોડ સેફટી અંગેના શપથ લેવડાવાયા
ભરૂચ જિલ્લા પોલીસ અને આર.ટી.ઓ. વિભાગ દ્વારા ‘સેવા સંકલ્પ’ અભિયાન અંતર્ગત રોડ સેફ્ટી અંગે જનજાગૃતિ રેલી યોજાઈ હતી.ભરૂચ જિલ્લા પોલીસ અને આર.ટી.ઓ. વિભાગ દ્વારા ‘સેવા સંકલ્પ’ અભિયાન અંતર્ગત રોડ સેફ્ટી અંગે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.રેલવે સ્ટેશનથી હોસ્ટેલ ગ્રાઉન્ડ સુધી યોજાયેલી આ રેલીને રેલવે સ્ટેશન બહાર લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
રેલીમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તેમજ નગરજનો જોડાયા હતા.રેલી દરમિયાન લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને માર્ગ સલામતી અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. રેલી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા બાદ ઉપસ્થિત સૌએ રોડ સેફ્ટી અંગેના શપથ લીધા હતા.‘સેવા સંકલ્પ’ અભિયાન અંતર્ગત યોજાયેલી આ રેલીનો મુખ્ય હેતુ નાગરિકોમાં ટ્રાફિક નિયમો અને રોડ સેફ્ટી અંગે જાગૃતિ ફેલાવવાનો રહ્યો હતો.
