ભરૂચના દહેજ ખાતે અંગત અદાવતમાં એક યુવકની હત્યા કરાય છે. માખણીયા ફળિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઝઘડામાં અપાયો હત્યાને અંજામ
બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ તારીખ ૨૩ની મોડી રાત્રીના ૩ થી ૪ વાગ્યાના સુમારે માખણીયા ફળિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બે ઈસમો વચ્ચે સર્જાયેલ મારામારીની ઘટનામાં એક ઇસમનું મોત નિપજતા ભારે ખળભળાટ મચ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલ ટાવર ફળિયા વિસ્તારમાં રહેતા ૨૧ વર્ષીય રમણ ભીખા રાઠોડના ઓની તેઓના જ ફળિયામાં રહેતા રોહિત ઉર્ફે મેલો પ્રવીણ રાઠોડ નામના ઇસમે લાકડાંના દંડા વડે હુમલો કરી હત્યાને અંજામ આપતા ભારે ખળભળાટ મચ્યો છે.
અંગત અદાવતમાં મોડી રાત્રે સર્જાયેલ આ ખૂની ખેલ બાદ હત્યારો રોહિત સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. સમગ્ર ઘટના અંગેની જાણ સ્થાનિકોને થતા તાત્કાલિક દહેજ પોલીસ મથકે મામલે જાણ કરતા પોલીસે સ્થળ ઉપર પહોચી મામલે તપાસ હાથધરી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી સમગ્ર મામલે હત્યા અંગેનો ગુનો દાખલ કરી ફરાર હત્યારાને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170