રોજીંદા જીવનમાં સાયકલનો ઉપયોગના લોકપ્રિય બનાવવાના ઉદ્દેશ્યથી 3 જૂન એટલે કે વિશ્વ સાયકલ દિવસ,વર્લ્ડ બાઈસિકલ ડે ઉજવણી કરવામાં આવતી હોય છે તેનો ઉદ્દેશ્ય લોકોને એ સમજાવવાનો છે કે સાયકલ શારીરિક સ્વાસ્થ્ય ઉપરાંત પર્યાવરણ અને અર્થવ્યવસ્થા માટે પણ અનુકૂળની સાથે જીવ સૃષ્ટિ માટે પણ ઉપયોગી નીવડી શકે છે ત્યારે ભરૂચમાં પણ નેહરુ યુવા કેન્દ્ર દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવના ભાગરૂપે 3 જૂને વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે ભરૂચના ગોલ્ડનબ્રિજથી એબીસી સર્કલ સુધી સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું છે જેની માહિતી આપવા માટે આજરોજ ડિસ્ટ્રીક ઓફિસર સુબ્રતા ઘોષની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાય હતી