ભરૂચમાં કરાયુ આયોજન
રોટરી ક્લબ નર્મદા નગરી દ્વારા આયોજન
સ્વર સેતુ સંગીત સંધ્યા યોજાઈ
સંગીત રસિકો રહ્યા ઉપસ્થિત
ગીત સંગીતની રમઝટ જોવા મળી
ભરૂચના ભોલાવ સ્થિત 7X બિલ્ડિંગ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા સ્વરસેતુ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું
મ્યુઝિક લવર્સ તથા રોટરી ક્લબ ઓફ ભરૂચ–નર્મદા નગરીના સહયોગથી શનિવારે ભોલાવ સ્થિત 7X બિલ્ડિંગના સાતમા માળે આયોજિત ‘સ્વરસેતુ’ સંગીત કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. કાર્યક્રમમાં શહેરના સંગીતરસિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી અને મધુર સંગીતની સુરીલી રજૂઆતોનો આનંદ માણ્યો.કાર્યક્રમમાં ગાયિકા ધૃતિ સુરતી, જુલી શાહ અને ભૂમિ મહેતાએ વિવિધ ગુજરાતી, હિન્દી તથા સુગમ સંગીતની મનમોહક રજૂઆતો કરીને ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.કાર્યક્રમમાં હનીશ પટેલે કીબોર્ડ, મિનેશ ચૌહાણે તબલા અને ભાગર્વ સોલંકીએ ઓક્ટોપેડ પર સંગત આપી હતી. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન અને આયોજન સુકેતુ ઠાકર તથા દીપક દસાડીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
