સ્વામિનારાયણ સંપ્રદાયમાં ‘સત્ય સિદ્ધાંત સમિતિ’નો પ્રારંભ

વર્ષ 2026 માટે 26 શુભ સંકલ્પો રજૂ કરાયા

હરિભક્તોને સદાચારી અને ધાર્મિક જીવન જીવવા અપીલ

સાધુજીવનની મર્યાદાઓ પર ભાર મૂકવામાં આવ્યો

સુધારાની શરૂઆત મારાથી જનો આપ્યો સંદેશ

સ્વામિનારાયણ સંપ્રદાયની પવિત્રતા, શુદ્ધિ અને મૂળ સિદ્ધાંતોના રક્ષણ માટે એક મહત્વપૂર્ણ પહેલ કરતા ‘સત્ય સિદ્ધાંત સમિતિ’ની સ્થાપના કરવામાં આવી છે.

સ્વામિનારાયણ સંપ્રદાયની પવિત્રતા, શુદ્ધિ અને મૂળ સિદ્ધાંતોના રક્ષણ માટે એક મહત્વપૂર્ણ પહેલ કરતા ‘સત્ય સિદ્ધાંત સમિતિ’ની સ્થાપના કરવામાં આવી છે. શિક્ષાપત્રી, દેશવિભાગનો લેખ, સત્સંગી જીવન અને વચનામૃત જેવા પવિત્ર ગ્રંથોને આધાર બનાવીને સંપ્રદાયની સનાતન પરંપરા જાળવી રાખવાનો દ્રઢ સંકલ્પ લેવામાં આવ્યો છે. આ પહેલ અંતર્ગત વર્ષ 2026 માટે 26 શુભ સંકલ્પો રજૂ કરવામાં આવ્યા છે અને તમામ હરિભક્તોને પોતાના વ્યક્તિગત જીવનમાં ધાર્મિક તેમજ નૈતિક સિદ્ધાંતોનું પાલન કરવા ખાસ અપીલ કરવામાં આવી છે.

આ સમિતિ દ્વારા મંદિરોના વહીવટમાં સંપૂર્ણ પારદર્શિતા લાવવા, ભક્તો દ્વારા આપવામાં આવતા દાનનો યોગ્ય અને સદઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવા તેમજ સાધુજીવનની મર્યાદાઓનું ચુસ્ત પાલન થાય તે બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય સંપ્રદાયનાં છ મુખ્ય અંગો—દેવ, મંદિર, શાસ્ત્ર, આચાર્ય, સાધુ અને હરિભક્તોની સુરક્ષા વધારવાનો અને સંગઠનને વધુ મજબૂત બનાવવાનો છે.

આ સાથે જ, સનાતન ધર્મ સાથે સુહાર્દ જાળવવા અને દરેક ભક્ત સદાચારી જીવન જીવે તે માટે આહ્વાન કરવામાં આવ્યું છે. સુધારાની શરૂઆત મારાથી જના પ્રેરણાદાયી સંદેશ સાથે સંપ્રદાયની ગરિમા અને વૈદિક ધાર્મિક પરંપરાઓના રક્ષણ માટે સમગ્ર સત્સંગ સમાજને સામૂહિક સહયોગ આપવા વિનંતી કરાઈ છે.