સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભરૂચ જિલ્લામાં BTPની એક્ઝિટ અને આપની એન્ટ્રી વચ્ચે ભાજપને ગત ચૂંટણી કરતા 20 બેઠક ગુમાવી પડી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 348 કુલ બેઠકોમાંથી ભાજપે 234 બેઠક મેળવી છે, ગત ચૂંટણીમાં આ બેઠકો 254 હતી. જેમાં 20 બેઠકોનો ઘટાડો થયો છે.
જ્યારે કોંગ્રેસના ફાળે 77 બેઠકો આવી છે. જે ગત ચૂંટણીમાં 58 હોય કોંગ્રેસની આ વખતે 19 બેઠકો વધી છે. આ વખતે 5 જ અપક્ષ ઉમેદવાર જીત્યા છે. ગત ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોએ 24 બેઠક જીતી હતી. તો આ વખતે AIMIM 4 બેઠક આંચકી ગઈ છે.
આદિવાસી તાલુકાઓમાં BTP ની ગેરહાજરીને લઈ સૌથી વધુ લાભ આમ આદમી પાર્ટીને થયો છે. ગત વર્ષે BTP એ 14 બેઠકો હાંસલ કરી હતી. આ વખતે આપે 28 બેઠકો જીતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભરૂચ જિલ્લામાં જોરદાર એન્ટ્રી કરી છે.