ધારાસભ્ય ચૈતર વસાવાના નાના ભાઈએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે.35 વર્ષીય શાંતિલાલ વસાવાએ ઝેરી દવા પી લેતા તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ ચૈતર વસાવાને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હોવાથી લાંબા સમયથી શાંતિલાલ માનસિક તણાવમાં રહેતા હતા. જેના કારણે તેમણે ઝેરી દવા પી લીધી હતી. નવી સિવિલ હોસ્પિટલમાં શાંતિલાલની ICUમાં સારવાર ચાલી રહી છે.

શાંતિલાલ વસાવાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની જાણ થતાં પરિવારનો સભ્યો હોસ્પિટલ દોડી પહોંચ્યા હતા. હાલ શાંતિલાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.