ભારતીય બોક્સર નિખત ઝરીને ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. કોમનવેલ્થ ગેમ્સ 2022ના 10મા દિવસે નિખત ઝરીને ભારત માટે વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો. તેણે મહિલા લાઇટ ફ્લાય કેટેગરીની ફાઇનલમાં ઉત્તરી આયર્લેન્ડની કાર્લી મેકનોલને 5-0થી હરાવી. કોમનવેલ્થ ગેમ્સમાં ટીમ ઈન્ડિયાનો આ 48મો મેડલ છે. જ્યારે બોક્સિંગમાં આ ત્રીજો ગોલ્ડ મેડલ છે. રસપ્રદ વાત એ છે કે નિખતે પહેલીવાર કોમનવેલ્થ ગેમ્સમાં દેશ માટે મેડલ જીત્યો છે.

નિખતે પહેલા રાઉન્ડથી જ મજબૂત શરૂઆત કરી હતી અને તેને છેલ્લા રાઉન્ડ સુધી જાળવી રાખી હતી. તેણે આ મેચ 5-0થી જીતીને રેકોર્ડ બનાવ્યો હતો. કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે નિખતનો આ પહેલો મેડલ છે.