ડાંગ પોલીસ એક્શન મોડમાં
એન્ટી નાર્કોટિક્સ વિંગનો સપાટો
જાખાનામાંથી 464 ગ્રામ ગાંજો જપ્ત
2 આરોપીઓ પોલીસ કસ્ટડીમાં
NDPS એક્ટ હેઠળ તપાસ તેજ
ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ સ્ટેશન સીમા વિસ્તારમાં આવેલા જાખાના ગામેથી પોલીસે નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
દક્ષિણ ગુજરાતને નશામુક્ત બનાવવાના ખાસ અભિયાન હેઠળ ડાંગ પોલીસની એન્ટી નારકોટિક્સ વિંગને એક મોટી સફળતા મળી છે. સાપુતારા પોલીસ સ્ટેશન સીમા વિસ્તારમાં આવેલા જાખાના ગામેથી પોલીસે નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 464 ગ્રામ ગાંજો કબજે કર્યો છે અને ઘટનાસ્થળેથી બે આરોપીઓને પણ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ NDPS કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તેની પાછળ કયા મુખ્ય સપ્લાયર્સનો હાથ છે અને આ નશીલા પદાર્થો કોને પહોંચાડવાના હતા તે તમામ દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ડાંગ પોલીસની આ કડક કાર્યવાહીથી નશીલા પદાર્થોનું ગેરકાયદેસર વેચાણ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
