-
અંકલેશ્વરમાં વિકાસના કામોનો ધમધમાટ
-
વોર્ડ નંબર 9માં વિકાસ કાર્યો
-
પેવર બ્લોક સહિતની કરાશે કામગીરી
-
રૂપિયા 40 લાખનો ખર્ચ કરાશે
-
આગેવાનો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર: વોર્ડ નંબર-9માં વિકાસના કાર્યો નિર્માણ પામશે, ખાતમુહૂર્ત કરાયુ
અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે વોર્ડ નંબર નવમાં નિર્માણ પામનાર વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ભરૂચ | સમાચાર |
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર 9માં નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે નગર સેવાસદનના વોર્ડ નંબર નવમાં નિર્માણ પામનાર વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
વોર્ડ નંબર 9 માં રૂપિયા 40 લાખથી વધુના ખર્ચે પેવર બ્લોક સહિતની કામગીરી કરવામાં આવશે આ કામગીરીનું નગર સેવાસદનના પ્રમુખ લલીતાબહેન રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, નગરસેવક સુરેશ પટેલ સહિત હોદ્દેદારો તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
