જાપાન અને તાઈવાનમાં આજે જોરદાર ભૂકંપના આંચકાથી ધરતી હચમચી ગઈ હતી. બંને જગ્યાએ ભૂકંપની તીવ્રતા 6ની તીવ્રતાથી વધુ નોંધાઈ છે. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર (EMSC) મુજબ, આજે સવારે 11:53 વાગ્યે જાપાનના યોનાગુનીથી 68 કિમી ઉત્તર-પશ્ચિમમાં રિક્ટર સ્કેલ પર 6.1ની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવ્યો હતો. જો કે બંને જગ્યાએ કોઈ નુકસાનના અહેવાલ નથી.

તાઇવાનના દરિયાકાંઠે 6.3ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. ભૂકંપ એટલો જોરદાર હતો કે રાજધાની તાઈપેઈમાં ઈમારતો હચમચી ગઈ હતી. સ્થાનિક ટીવી સમાચાર અહેવાલો કહે છે કે સમગ્ર ટાપુ પર આંચકા અનુભવાયા હતા. જો કે હજુ સુધી જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.