ભરૂચના ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અકસ્માતના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને ભરૂચ પેરોલ-ફર્લો સ્કવોડે મધ્યપ્રદેશમાંથી ઝડપી પાડ્યો છે. પેરોલ-ફર્લો સ્કવોડની ટીમને બાતમી મળી હતી કે ઉમલ્લા પોલીસ સ્ટેશનના ગુનામાં પકડવાનો બાકી આરોપી રજજતઅલી અસરફઅલી અંસારી, રહે. ગેરહા દાદર, થાણા હનુમાના, જી. હનુમાના, મધ્યપ્રદેશ, પોતાના ઘરે આવ્યો છે.બાતમીના આધારે પેરોલ-ફર્લો સ્કવોડની ટીમ મધ્યપ્રદેશ પહોંચી હતી. માનવ સ્ત્રોત તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને તેના રહેઠાણેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક ન્યાય સંહિતા, 2023ની સંલગ્ન કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરી તેને વધુ તપાસ માટે ઉમલ્લા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. પોલીસે આરોપી રજજતઅલી અસરફઅલી અંસારી, રહે. ગેરહા દાદર, થાણા હનુમાના, જી. હનુમાના, મધ્યપ્રદેશની ધરપકડ કરી છે.