પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા આવ્યા બાદ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. શરૂઆતના અહેવાલો અનુસાર કોઈ જાનમાલનું નુકસાન થયું નથી. 

પાકિસ્તાનમાં મંગળવારે સાંજે 7:35 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.9 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપની ઊંડાઈ જમીનથી 90 કિલોમીટર નીચે હોવાનો અંદાજ છે.મંગળવારે સાંજે આવેલા ભૂકંપ બાદ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. શરૂઆતના અહેવાલો અનુસાર કોઈ જાનહાનિ થઈ નથી. ભૂકંપને કારણે લોકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. લોકો ઘરની બહાર આવી ગયા છે અને ઘરમાં જતા ડરી રહ્યા છે. જો કે નુકશાનના હજુ સુધી કોઇ અહેવાલ જાણવા મળ્યા નથી.

પાકિસ્તાન ઉપરાંત મ્યાનમારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મ્યાનમારમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 નોંધાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર મંગળવારે સાંજે 7:37 વાગ્યે મ્યાનમારમાં ભૂકંપ આવ્યો હતો. મ્યાનમારમાં ભૂકંપની ઊંડાઈ જમીનથી 90 કિલોમીટર નીચે નોંધાઈ હતી. ભૂકંપના ડરથી મ્યાનમારમાં પણ લોકો ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા.