તહેવારો ટાણે લક્ઝરી બસોના ભાડા ડબલ થતા રોષ 

રૂ.2500 થી 3000 વસૂલાતા મધ્યમ વર્ગ મુશ્કેલીમાં

આખું વર્ષ લોકો બસમાં પ્રવાસ કરે છે તો દિવાળીમાં જ કેમ લૂંટ?

પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાનો બસ એસોસિએશનને સવાલ

દિવાળીના દિવસોમાં બસ ભાડામાં તોતિંગ વધારા સામે વિરોધ

સુરતમાં દિવાળીના તહેવારો નજીક આવતા જ ખાનગી લક્ઝરી બસ સંચાલકો દ્વારા ભાડામાં કરાતા તોતિંગ વધારા સામે વિરોધનો સૂર ઉઠ્યો છે. પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કરીને પોતાની ગંભીર વેદના વ્યક્ત કરી છે.  

સુરતમાં દિવાળીના તહેવારો નજીક આવતા જ ખાનગી લક્ઝરી બસ સંચાલકો દ્વારા ભાડામાં કરાતા તોતિંગ વધારા સામે વિરોધનો સૂર ઉઠ્યો છે. દિવાળીના સમયે ખાનગી બસોના ભાડા ડબલ કે તેથી પણ વધુ થઈ જતાં પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કરીને પોતાની ગંભીર વેદના વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી લક્ઝરી બસ એસોસિએશનને આ ભાડામાં ઘટાડો કરવા માટે સ્પષ્ટ રજૂઆત કરી છે.

ધીરુ ગજેરાએ વીડિયોમાં સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, લોકો આખું વર્ષ તમારી ખાનગી બસોમાં જ મુસાફરી કરે છે, તો પછી દિવાળીના આ 10 થી 15 દિવસ દરમિયાન આ જ લોકો પાસેથી ડબલ કે તેનાથી પણ વધુ ભાડુ શા માટે વસૂલવામાં આવે છે? ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારોમાં ખાનગી બસોમાં સોફા/સ્લીપર સીટના ભાડા રૂપિયા 2500 થી લઈને 3000 સુધી પહોંચી જાય છે, જેના કારણે પોતાના વતન જતાં મધ્યમ વર્ગના મુસાફરોની આર્થિક સ્થિતિ પર ભારે બોજ પડે છે. મધ્યમ વર્ગની આ મુશ્કેલીને ધ્યાને રાખીને હવે પૂર્વ ધારાસભ્ય પોતે મેદાને આવ્યા છે અને બસ એસોસિએશનને વ્યાજબી ભાડા રાખવા અપીલ કરી છે.