ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

પાંજરાપોળ ખાતે આયોજન

આયુર્વેદિક સારવાર કેમ્પ યોજયો

નિષ્ણાંત તબીબોએ આપી સેવા

જરૂરિયાતમંદોએ લીધો લાભ

ભરૂચ પાંજરાપોળ ખાતે જાયન્ટ્સ ગ્રુપ દ્વારા વિનામૂલ્યે આયુર્વેદિક સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો જરૂરિયાત મંદ લોકોએ લાભ લીધો હતો.

ભરૂચ જિલ્લા બી.એ.એમ.એસ.ડોક્ટર્સ એસોસિએશન તથા જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના સંયુક્ત ઉપક્રમે આજે પાંરાપોળ ખાતે વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું.કેમ્પ દરમિયાન સવારે 10:00 વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધી મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ હાજરી આપી અને વિવિધ પ્રકારના રોગોની આયુર્વેદિક તપાસ કરાવી નિષ્ણાત તબીબો પાસેથી આરોગ્ય અંગે માર્ગદર્શન તેમજ જરૂરી સારવાર મેળવી.

દર્દીઓને આયુર્વેદિક જીવનશૈલી, યોગ્ય આહાર-વિહાર અને રોગપ્રતિકારક શક્તિ વધારવા અંગે પણ ઉપયોગી સલાહ આપવામાં આવી.આ કેમ્પનો મુખ્ય હેતુ લોકોને આયુર્વેદિક સારવાર પદ્ધતિ વિશે જાગૃત કરવો તેમજ નિઃશુલ્ક આરોગ્ય સેવા પહોંચાડવાનો હતો. આ પ્રસંગે જાયન્ટસ ગ્રુપના પ્રમુખ રમેશ સોની, અશોક બારોટ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા