અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

વેપારી મંડળ હોલ ખાતે આયોજન

આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો

રોટરી ક્લબનું આયોજન

જરૂરિયાતમંદોએ લીધો લાભ

અંકલેશ્વરના ગોયા બજારમાં આવેલ વેપારી મંડળ હોલ ખાતે રોટરી ક્લબ ઓફ નર્મદા નગરી અને સર્વોદય ટ્રસ્ટ દ્વારા નિશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો હતો

અંકલેશ્વરમાં રોટરી ક્લબ ઓફ ભરુચ નર્મદાનગરી તથા સર્વોદય વેલ્ફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ–અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે નર્મદા લાઈફ લાઈન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને બિનેયમ આઈ સેન્ટરના સહયોગથી નિઃશુલ્ક હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.અંકલેશ્વરના ગોયા બજારમાં આવેલ વેપારી મંડળ હોલ ખાતે યોજાયેલા આ કેમ્પમાં સર્વજન માટે નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. કેમ્પમાં પુરુષો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો તેમજ બાળકો સહિત વિવિધ વયજૂથના લોકોએ લાભ લીધો હતો.

કેમ્પ દરમિયાન આંખોની તપાસ, મોતિયાબિંદુની નિઃશુલ્ક સર્જરી માટે તપાસ, રક્તદાન, મફત સામાન્ય દવાઓ, બ્લડ પ્રેશરની તપાસ, બોડી માસ ઇન્ડેક્સ (BMI) તપાસ તથા જનરલ ફિઝિશિયન દ્વારા પરામર્શ જેવી સેવાઓ આપવામાં આવી હતી.

આ પ્રસંગે રોટરી ક્લબના પ્રમુખ સમીર પંડ્યા,સચિવ શૈલેન્દ્ર રાણાસહિત આયોજકો અને સહયોગીઓએ કેમ્પને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ કામગીરી કરી હતી.