ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને ગુજરાત વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં સભ્યોની યાદી ચૂંટણી પંચ દ્વારા રાજભવન ખાતે સુપ્રત કરવામાં આવી હતી. આ પ્રસંગે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અગ્ર સચિવ એસ.બી.જોશી, અધિક મુખ્ય નિર્વાચન અધિકારી કુલદીપ આર્ય અને અધિક મુખ્ય નિર્વાચન અધિકારી અશોક માણેક ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ છે. તા. 1 અને 5 ડિસેમ્બરે મતદાન થયું હતું, અને 8 તારીખે મત ગણતરી, ત્યારે આ ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોની યાદી રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને સોંપવામાં આવી હતી. ચૂંટણી પંચના ગેજેટ સાથે નામની યાદી આપી હતી. ચૂંટણીમાં વિજેતા ઉમેદવારને રિટર્નિંગ ઓફિસરનું પ્રમાણપત્ર પણ જરૂરી હોય છે, ત્યારે આ કોપી સાથે તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોની યાદી સોંપવામાં આવી હતી.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170