New Update
-
ભાવનગર મહાનગરપાલિકા કચેરીની ચકચારી ઘટના
-
બિલ્ડિંગના ચોથા માળેથી આધેડે લગાવી છલાંગ
-
ચોથા માળેથી નીચે પટકાતા આધેડનું મોત નીપજ્યું
-
સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો
-
પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોથા માળેથી એક આધેડ વ્યક્તિએ છલાંગ લગાવતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તો બીજી તરફ ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે, ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ભાવનગર મહાનગરપાલિકાના ચોથા માળેથી એક આધેડનું પટકાતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું. બનાવની જાણ ભાવનગર મેયર સહિતના અધિકારીઓનો કાફલો તાત્કાલીક સ્થળ પર પહોંચ્યો હતો, અને મૃતક કોણ છે તે જાણવા વધુ તપાસ હાથ ધરી હતી. આ સાથે જ આધેડ શા માટે મનપા કચેરીએ આવ્યા હતા, તે અંગે પણ ભાવનગર મહાનગરપાલિકા ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તેની ઓળખ માટે કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ, આધેડ વ્યક્તિએ લગાવેલી મોતની છલાંગની ઘટનાનો હચમચાવતો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે. જેના આધારે ભાવનગર પોલોસે વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories