ડાંગ જિલ્લામાં સ્ટ્રોબેરીના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. સ્ટ્રોબેરીની પ્રાકૃતિક ખેતીથી હેક્ટર દીઠ ખેડૂતોને રૂ. 7 લાખથી વધુની કમાણી થઈ છેજ્યારે વર્ષ 2025-26માં સ્ટ્રોબેરીનું ઉત્પાદન 233 મેટ્રિક ટન પહોંચવાની શક્યતા વ્યક્ત કરાય રહી છે.

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં ગુજરાતનું કૃષિ અને બાગાયત ક્ષેત્ર અભૂતપૂર્વ પરિવર્તનનું સાક્ષી બન્યું છે. ખેડૂત-કેન્દ્રિત નીતિઓસિંચાઈની સુવિધાઓ અને ટેક્નોલૉજીના સમન્વયથી રાજ્યમાં ખાસ કરીને બાગાયતી ખેતીને ઘણું પ્રોત્સાહન મળ્યું છે. ખેડૂતો પરંપરાગત ખેતીને બદલે બાગાયત પાકોની ખેતી કરીને મબલખ કમાણી કરી રહ્યા છે. ગુજરાતના સ્ટ્રોબેરી હબ તરીકે ઊભરેલા ડાંગ જિલ્લાએ આ પરિવર્તનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અનુકૂળ આબોહવાપ્રાકૃતિક ખેતી અને વધતી બજાર માંગને કારણે જિલ્લામાં સ્ટ્રોબેરીની ખેતીમાં સતત વધારો થયો છે. વર્ષ 2022-23માં જ્યાં 20 હેક્ટરમાં સ્ટ્રોબેરીની ખેતી થતી હતીતે હવે 2025-26માં વધીને અંદાજે 33 હેક્ટર સુધી પહોંચવાની શક્યતા છેત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ડાંગને દેશનો પ્રથમ પ્રાકૃતિક કૃષિ કરતો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળવાથી ખેડૂતોએ સ્ટ્રોબેરી ઉત્પાદનમાં નોંધપાત્ર સફળતા મેળવી છે.

સ્ટ્રોબેરીનું ઉત્પાદન વર્ષ 2022-23ના 140 મેટ્રિક ટનથી વધીને 2024-25માં 196 મેટ્રિક ટન સુધી પહોંચ્યું છેજ્યારે વર્ષ 2025-26માં આ આંકડો 233 મેટ્રિક ટન સુધી પહોંચવાનો અંદાજ છે. ડાંગ જિલ્લાની આબોહવા અને જમીન સ્ટ્રોબેરીની ખેતી માટે અનુકૂળ માનવામાં આવે છે. આ પાક પાણીનો યોગ્ય નિકાલ કરી શકતીસેન્દ્રિય તત્ત્વોથી ભરપૂરરેતાળ અને ગોરાડુ જમીનમાં સારી રીતે ઊગે છે. આ જમીનનો પીએચ 5.5 થી 7.0 વચ્ચે હોય છેઅને તે નુકસાનકારક સૂક્ષ્મજીવોથી મુક્ત માનવામાં આવે છે. ઉપરાંતઅનુકૂળ વરસાદ અને શીતળ વાતાવરણ સ્ટ્રોબેરીની ખેતી માટે વધુ લાભદાયી બને છે. સ્ટ્રોબેરી ટૂંકા ગાળાનો પાક હોવાથી તેને ફૂલ આવવામાં અને ફળ બનવા માટે 8થી 12 કલાક સૂર્યપ્રકાશ આવશ્યક છેજ્યારે દિવસ દરમિયાન 22°C થી 25°C અને રાત્રે 7°C થી 13°C તાપમાન આ પાક માટે આદર્શ માનવામાં આવે છે. ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા તાલીમ શિબિરોના આયોજન અને માર્ગદર્શન મળવાના કારણે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. સ્ટ્રોબેરીની ખેતી તરફ વળ્યા બાદ ખેડૂતોને હવે હેક્ટર દીઠ દર વર્ષે અંદાજે રૂ. 7થી 8 લાખ સુધીની કમાણી થઈ રહી છે. શરૂઆતમાં સાપુતારા અને આહવા જેવા સ્થાનિક બજારોમાં વેચાતી સ્ટ્રોબેરી હવે અમદાવાદસુરત અને ભરૂચ જેવા મોટા બજારો સુધી પહોંચી રહી છે. આ સાથે જસ્થાનિક લોકોને મોસમી રોજગારની તકો પણ મળી રહી છે.