ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
એસ.ટી સેન્ટર એસ.ટી.ડેપો ખાતે કરવામાં આવી ઉજવણી
મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન
કર્મચારીઓના આરોગ્યની કરાય તપાસ
જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગનો સહયોગ
ભરૂચના સીટી સેન્ટર એસટી ડેપો ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસ.ટી.ના તમામ કર્મચારીઓના આરોગ્યની તપાસ કરાય હતી.
ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા સમયાંતરે એસ.ટી.ના કર્મચારીઓના આરોગ્યની તપાસ કરવામાં આવે છે ત્યારે આજરોજ ભરૂચ સીટી સેન્ટર એસટી ડેપો ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના સહયોગથી યોજાયેલ મેડિકલ ચેકઅપ કેમ્પમાં એસટીના ડ્રાઈવરો, કંડકટર તેમજ વહીવટી સ્ટાફના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ભરૂચ એસ.ટી.ડેપોના ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.એસ.ટી.ના કર્મચારીઓના આરોગ્યની નિયમિત તપાસ થાય અને યોગ્ય ઉપચાર થઈ શકે તે માટે આ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
