ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી વરસાદી માહોલ જામવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 9થી 11 ઓગસ્ટ દરમિયાન ખાસ કરીને ગુજરાત રિજ્યનમાં સારો વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતા છે.

9 ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જોકે, સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. બાકીના વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝાપટા પડી શકે છે.

10 ઓગસ્ટે ગુજરાત રિજ્યન માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે કેટલાક સ્થળોએ ભારે વરસાદ પણ પડી શકે છે.

અરવલ્લી, વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, મહીસાગર, ખેડા, અમદાવાદ, વડોદરા, આણંદ, દમણ, વલસાડ, ડાંગ, નવસારી, સુરત, તાપી, ભરૂચ, છોટાઉદેપુર અને પાટણમાં વરસાદની શક્યતા છે.અમદાવાદમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે હળવો વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.થી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધી શકે છે.

બંગાળની ખાડીમાં હળવું લો પ્રેશર એરિયા બન્યું છે. જોકે, આ સિસ્ટમ સીધી ગુજરાત તરફ આવે તેવી શક્યતા ઓછી છે. આ સિસ્ટમની અસરથી ઉત્તર ભારતમાં વધુ વરસાદ થઈ શકે છે. બીજી તરફ, 9થી 11 ઓગસ્ટ દરમિયાન ગુજરાત રિજ્યનમાં સારો વરસાદ થવાની શક્યતા છે.