નવદુર્ગા મિત્ર મંડળના ૩૯મા નવરાત્રી મહોત્સવ અને ખોડલધામના ગરબા મહોત્સવમાં રાજકીય અને ઉદ્યોગ જગતના અગ્રણીઓનું સ્વાગત

અંકલેશ્વર ખાતે આયોજિત નવરાત્રી મહોત્સવમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના અગ્રણીઓએ વિશેષ હાજરી આપી હતી. નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા આયોજિત ૩૯મા નવરાત્રી મહોત્સવ અને ખોડલધામ આયોજિત ગરબા મહોત્સવમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોનું આમંત્રિત મહેમાન તરીકે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, ગુજરાત પ્રદેશ મહામંત્રી અરવિંદ દોરાવાલા, ભરૂચ જિલ્લા કોંગ્રેસના શૈલેષ પ્રજાપતિ, અંકલેશ્વર નોટિફાઇડ એરિયાના પ્રમુખ જીવન સાવલિયા અને અનિલ નેવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા સહિતના હોદ્દેદારો અને અગ્રણીઓએ પણ હાજરી આપી માતાજીના આરાધના પર્વની શોભા વધારી હતી.