પંચમહાલ હાલોલના પાવાગઢ બાઇપાસ પર આવેલા ગોકુળપુરાના રોડ પર અચાનક રોડ ક્રોસ કરતા એકટીવા ચાલકને બચાવવા જતા સ્વીફ્ટ કાર 10 ફૂટ ખાઈમાં ખાબકી હતી.
કાર ચાલક ઘોઘંબામાં આવેલ વાત્સલ્ય હોસ્પિટલના ડોક્ટર તેજસ શાહની હોવાનું જાણવા મળ્યું, જયારે તે હાલોલ થી ઘોઘંબા તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન ગોકુળપુરા પાસે એક્ટિવા ચાલક અચાનક રસ્તો ક્રોસ કરતા કારચાલક તેને બચાવવાના પ્રયાસમાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર 10 ફૂટ ઊંડી ખાઈમાં ઉતરી પડી, કારને ભારે નુકસાન પહોંચ્યું હતું જોકે સદ્દનસિબે નાની-મોટી ઇજા સિવાય મોટી ઘાટ ટળી હતી.
