રાજ્યમાં ઘણા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો કરનારા સામે મહેસુલ વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. અને આવા દબાણોને હટાવવાની કામગીરી ઝડપી કરવા પણ સ્થાનિક તંત્રને આદેશ અપાયા છે.
ત્યારે પંચમહાલમાં ગોધરા-અમદાવાદ હાઈવે પર પણ મોટાપાયે ગેરકાયદેસર દબાણ હોવાની માહિતી મળી હતી, જેને હટાવવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી છે.
ગોધરા શહેરના એ ડિવિઝન, બી ડિવિઝન, તાલુકા પોલીસ સ્ટેળન, એસઓજી સહિતના પોલીસ કાફલા સાથે કોર્પોરેશનની ટીમ દ્વારા ગોધરા-અમદાવાદ હાઈવે પરના ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. રોડની આસપાસ મોટી માત્રામાં ભંગાર વાહનો ઉપરાંત કેટલાક લોકોએ દબાણ કરી દીધું હતું, જેને દૂર કરવામાં આવી રહ્યું છે.
આપને જણાવી દઈએ કે, થોડા સમય અગાઉ રાજ્યના મહેસુલ મંત્રી ગોધરાની મુલાકાતે આવ્યા હતા, ત્યારે સિમલા વિસ્તારની કબાડી જોઈને તેમણે દૂર કરવા પ્રશાસનને જવાબદારી સોંપી હતી. ત્યારે સિમલા ગેરેજ વિસ્તારમાં રસ્તા પર રહેલા દબાણ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે.
