ભરૂચ તાલુકાના જુના તવરા ગામે એક મહિના અગાઉ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા નંદી મહારાજની ગરુડ સેના અને સાર્થક ફાઉન્ડેશન દ્વારા સારવાર કરવામાં આવી હતી. અકસ્માત બાદ નંદી મહારાજ ઇજાગ્રસ્ત હાલતમાં હતા.
આ અંગે જાણ થતાં ગરુડ સેનાના યુવાનો અને સાર્થક ફાઉન્ડેશનના કાર્યકરો દ્વારા નંદી મહારાજને પકડી તેમની જરૂરી સારવાર કરવામાં આવી હતી.ગરુડ સેનાના યુવાનો દ્વારા અવારનવાર ગૌસેવાના કાર્યો કરવામાં આવે છે.
ઇજાગ્રસ્ત પશુઓને સારવાર અપાવવાની સાથે તેમની યોગ્ય સંભાળ રાખવા માટે પણ સંસ્થા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.જુના તવરા ગામે નંદી મહારાજની સારવાર કરી ગરુડ સેના અને સાર્થક ફાઉન્ડેશનના કાર્યકરોએ જીવદયા અને ગૌસેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
