સિંહ સાથે ધારાસભ્ય પ્રતાપ દુધાતની હાલ જે તસવીરો વાઈરલ થઈ રહી છે તે અમરેલી જિલ્લાના લાઠી વિસ્તારની હોવાનું સામે આવ્યું છે. વાઈરલ તસવીરમાં ચારથી પાંચ સિંહનું એક ટોળું પાણીના પોઈન્ટ નજીક આરામ ફરમાવતું જોવા મળી રહ્યું છે.
મળતી માહિતી અનુસાર, ગીરમાં વસતા સિંહ સાથે સેલ્ફી લેવી તે વનવિભાગના નિયમો પ્રમાણે ગુનો બને છે. ત્યારે સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતની સિંહ સાથેની સેલ્ફી વાઈરલ થતા સવાલો ઉઠ્યા છે. વનવિભાગ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તો બીજી તરફ ધારાસભ્યએ કહ્યું કે- શું સિંહ સાથે ફોટો પડાવવો ગુનો બને?, અમારી વાડીએ સિંહ આવે તો શું કરવાનું? ગીરમાં વસવાટ કરતા સિંહની કનડગતનો જ્યારે પણ મામલો સામે આવતો હોય છે
ત્યારે વનવિભાગ તુરંત જ તેની સામે કાર્યવાહી કરતું હોય છે. આ મામલામાં વનવિભાગ કાર્યવાહી કરે છે કે નહીં તે જોવું મહત્વનું બની રહેશે. ગીર જંગલમાં વનવિભાગના નિયમો પ્રમાણે સિંહ સાથે સેલ્ફી લઈ શકાતી નથી. સેલ્ફી લેવી એ ગુનો બને છે. તેમ છતા ધારાસભ્ય દ્વારા સિંહ સાથે સેલ્ફી લઈ સોશિયલ મીડિયામાં વાઈરલ થતા સવાલો ઉઠ્યા છે.
