વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેઓએ આજે સવારે જામનગર ખાતે વનતારાની મુલાકાત બાદ હેલિકોપ્ટર દ્વારા સોમનાથ પહોંચ્યા હતાં. જ્યાં મંદિરમાં શાસ્ત્રોક્તવિધી સાથે સોમનાથદાદાના દર્શન-પૂજન અને આરતી કરી હતી.

PM Modi Somnath Mahadev

ત્યારબાદ તેઓ સાસણમાં પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીની ઝલક માટે સોમનાથ બાદ સાસણમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. સોમનાથથી હેલિકોપ્ટર મારફતે વડાપ્રધાનનું સાસણમાં આગમન થયું હતું. PMની એન્ટ્રી થતાં જ મોદી..મોદી..ની બુમોથી ગીર ગૂંજી ઉઠ્યું હતું.

Helicopter

સાસણમાં મોદી રાત્રી રોકાણ કરશે. તેમજ આવતીકાલે સવારે 6 વાગ્યે સિંહ દર્શન કરશે. ત્યારબાદ વન વિભાગના ઉચ્ચકક્ષાના અધિકારીઓ વલ્ડ વાઈલ્ડ કોન્ફેરન્સ યોજે તેવી શક્યતા છે. જે બાદ આવતીકાલે રાજકોટની પણ મુલાકાત લેશે, જ્યાંથી દિલ્હી જવા રવાના થશે.