ભરૂચમાં કરવામાં આવ્યુ આયોજન
જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આયોજન
નવરાત્રી મહોત્સવનું આયોજન
સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવ
મહાનુભાવોએ આપી હાજરી
ભરૂચમાં નવરાત્રીના પાવન પર્વની ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવણી થઈ રહી છે ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસ હેડક્વાર્ટર ખાતે ‘સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવ-2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવ-2026માં પાંચમા નોરતે ભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે મા અંબાની આરતી ઉતારવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડ તેમજ શિક્ષણવિદ મહેશ ઠાકરે પણ માતાજીની આરતીનો લાભ લીધો હતો.
આ પ્રસંગે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મા અંબાની આરાધના કરી ધન્યતા અનુભવી હતી. નવરાત્રીના રંગને વધુ ઉત્સાહભર્યો બનાવવા માટે આહીર રાસનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરંપરા અને સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી.
