Connect Gujarat
Featured

સુરત: કોરોનાનો કાળો કહેર, કડોદરા સ્મશાનગૃહમાં લાકડાનો જથ્થો પૂર્ણતાના આરે

સુરત: કોરોનાનો કાળો કહેર, કડોદરા સ્મશાનગૃહમાં લાકડાનો જથ્થો પૂર્ણતાના આરે
X

સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કાળો કહેર બનીને વર્તી રહ્યો છે. કડોદરા સ્મશાનગૃહમાં સૂકા લાકડાનો જથ્થો પૂર્ણતાના આરે છે ત્યારે સંચાલકો દ્વારા લાકડા દાનમાં આપવા અપીલ કરવામાં આવી રહી છે

કોરોના મહામારીની બીજી લહેરે સુરત જિલ્લાને સંપૂર્ણપણે બાનમાં લીધું છે. સુરત શહેરમાં તમામ સ્મશાનોમાં કોરોનાગ્રસ્ત મૃતદેહોના અંતિમક્રિયા માટેની લાંબી લાઈનો લાગતા તેમજ કામરેજ અને બારડોલીના સ્મશાન ગૃહમાં પણ માત્ર કોરોગ્રસ્ત મૃતદેહોને અંતિમ સંસ્કાર કરવામાં આવતા આજુબાજુના વિસ્તારમાંથી પણ સામાન્ય સંજોગોમાં મોતને ભેટેલા વ્યક્તિઓના મૃતદેહ અંતિમક્રિયા માટે કડોદરા સ્મશાનભૂમિમાં લાવવામાં આવી રહ્યા છે . કડોદરા નગરની હદ વિસ્તારમાં સાર્વજનિક સ્મશાન ગૃહ -કડોદરા છેલ્લા 40 વર્ષથી કાર્યરત છે. ત્રણ સગડીની કેપેસિટી ધરાવતા આ સ્મશાન ગૃહમાં છેલ્લા એક અઠવાડિયામાં 135 થી વધુ મૃતદેહોની અંતિમક્રિયા કરવામાં આવી છે. 3 ચિતા સિવાય સ્મશાન ગૃહના પટાંગણમાં અન્ય જગ્યાએ પણ જમીન પર ચિતા બનાવી અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે એકાએક અંતિમ સંસ્કારની સંખ્યામાં વધારો થતાં સંસ્થાએ બફર રાખેલો સૂકા લાકડાનો જથ્થો પણ એક અઠવાડિયા દરમિયાન પૂરો થવા આવ્યો છે જેથી વહેલી તકે સૂકા જલાઉ લાકડા માટે કોઈ દાતા આગળ આવે એવી અપીલ કરવામાં આવી રહી છે

Next Story