અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ
માંડવા ગામ ખાતે આયોજન
લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
12 શાળામાં આર.ઓ.મશીન મુકાયા
ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વરની 11 સરકારી પ્રાથમિક શાળાઓમાં વોટર પ્યુરિફિકેશન મશીન સ્થાપિત કરવામાં આવ્યા છે જે અંગે માંડવા પ્રાથમિક શાળામાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
અંકલેશ્વર તાલુકાની 11 સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને શુદ્ધ અને સ્વચ્છ પીવાનું પાણી મળી રહે તે હેતુથી વોટર પ્યુરિફિકેશન મશીન સ્થાપિત કરવામાં આવ્યા છે. કેમિનોવા કંપની દ્વારા સામાજિક જવાબદારી (CSR)ના ભાગરૂપે ‘સ્વચ્છ જળ અભિયાન’ અંતર્ગત આ પહેલ હાથ ધરવામાં આવી છે.
આ અભિયાન અંતર્ગત માંડવા ગામની પ્રાથમિક શાળા ખાતે વોટર પ્યુરિફિકેશન મશીનના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં અંકલેશ્વરના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, કેમિનોવા કંપનીના CEO મનોજ ખન્ના સહિત આમંત્રિત મહેમાનો, શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિદ્યાર્થીઓને સ્વચ્છ અને શુદ્ધ પીવાનું પાણી સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે કરવામાં આવેલી આ પહેલને શાળા પરિવાર દ્વારા આવકારવામાં આવી હતી. વોટર પ્યુરિફિકેશન મશીનના કારણે વિદ્યાર્થીઓને પીવાના પાણી માટે વધુ સુરક્ષિત અને સ્વચ્છ વિકલ્પ ઉપલબ્ધ બનશે.કેમિનોવા કંપની દ્વારા CSR પ્રવૃત્તિના ભાગરૂપે હાથ ધરવામાં આવેલી આ પહેલથી અંકલેશ્વર તાલુકાની 11 સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે.
