સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામના ગટરના નાળામાં ત્યજી દેવાયેલ નવજાત બાળકીના માતા પિતાની ભાળ ન મળતા જિલ્લા વહીવટી તંત્ર દીકરીની વ્હારે આવ્યું હતું અને બાળકીનું નામકરણ કરવામાં આવ્યું.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામના ગટરના નાળામાંથી તાજી જન્મેલી બાળકી મળી આવી હતી. ગામ લોકોએ બાળકીને જોતા એના જીવવાની કોઈ આશા દેખાતી નહોતી પણ ઘટનાની જાણ થતા જ તાલુકા પોલીસ અને ત્યારબાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું હતું. મોત સામેની જંગ જીતીને દીકરી સ્વસ્થ બનતા વહીવટીતંત્ર અને લોકોએ ખુશી વ્યક્ત કરી હતી પણ બાળકીના માતા પિતાની કોઈ ભાળ ન મળતા આખરે હિન્દૂ રીત રિવાજ મુજબ બાળકીનું નામ કરણ કરવામાં આવ્યું હતું. સાધુ સઁતો, ધ્રાંગધ્રા હળવદનાં ધારાસભ્ય, જિ
