ભરૂચ નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર ભરૂચના સંયુક્ત ઉપક્રમે પારદર્શી પ્રશાસન માટે કટિબધ્ધ સરકાર તથા સરકારની યોજનાઓના લાભ અને સહાયતા અંગેની નાગરીકોની વ્યક્તિગત રજુઆતો / અરજીઓના સ્થળ ઉપર જ ઉકેલ માટે ભરૂચ નગર પાલિકામાં વોર્ડ નં -૩,૪,૫,૬,૭,૮ અને ૧૧ ના વિસ્તારનો “સેવા સેતુ કાર્યક્રમ” આગામી તારીખ-૨૧ સપ્ટેમ્બર ૨૦૨ ને સોમવારના રોજ આત્મીય સંસ્કારધામ ખાતે સવારે ૦૯:૦૦ કલાક થી સાંજના ૫:૦૦ કલાક સુધી યોજાશે.
આ સેવાસેતુ કાર્યક્રમમાં અરજદારે પોતાના સાથે પાસપોર્ટ સાઇઝના બે ફોટા, ચુંટણી કાર્ડ, રેશન કાર્ડ, આધાર કાર્ડની નકલ, લઈને આવનું રહશે. આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા માંગતા અરજદારોને અરજી ફોર્મ ર વાગ્યા સુધી મળશે.આ સેવાઓનો લાભ લેવા ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જનતાને અનુરોધ કરવામાં આવ્યો
ભરૂચ: નગર પાલિકા દ્વારા આગામી ૨૧મી સપ્ટેમ્બરના રોજ સેવાસેતુ કાર્યક્રમ યોજાશે
