વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76 માં જન્મદિવસની દુધધારા ડેરી ખાતે 25 દિવડા પ્રગટાવી કેક કાપી ઉજવણી કરાઈ હતી. સાથે જ પ્રધાનમંત્રીના દીર્ઘાયુની મંગલ કામના કરી, તેઓનું આરોગ્ય સ્વસ્થ રહેવા સાથે રાષ્ટ્રસેવામાં તેઓ કાર્યરત રહે તેવી અભ્યર્થના સાથે તેઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
કાર્યક્રમમાં ભરૂચ દુધધારા ડેરીના ચેરમને ઘનશ્યામ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ડિરેકટરો સંજયસિંહ, પ્રકાશ દેસાઈ, સાગર પટેલ સહિત સ્ટાફ મોટી સંખ્યામાં જોડાયો હતો.
