ભરૂચના હાંસોટનો બનાવ

વરસાદી માહોલ વચ્ચે દુર્ઘટના

ઘટાદાર વૃક્ષ ધરાશાયી

સાહોલ ઇલાવ રોડ પર બની દુર્ઘટના

માર્ગ વાહનવ્યવહાર અર્થે બંધ

ભરૂચના હાસોટમાં વરસાદી માહોલ વચ્ચે સાહોલ ઇલાવ રોડ પર ઘટાદાર વૃક્ષ ધરાશાય થતા માર્ગ વાહન વ્યવહાર અર્થે બંધ થયો હતો. બીજી તરફ વીજ પોલ પણ ધારાશયી થતાં વીજ પુરવઠો ખવાયો હતો.

ભરૂચના હાંસોટમાં વરસાદી માહોલ વચ્ચે સાહોલ-ઇલાવ રોડ પર ઘટાદાર વૃક્ષ ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.રસ્તા પર વૃક્ષ ધરાશાયી થતાં તેની અડફેટે અનેક વીજ પોલ પણ આવી ગયા હતા અને વીજ પોલને નુકસાન પહોંચ્યું હતું. જેના કારણે ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

વૃક્ષ રસ્તા પર પડતા સાહોલ-ઇલાવ રોડ પર વાહનવ્યવહાર પણ બંધ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર દ્વારા રસ્તા પરથી વૃક્ષ હટાવવાની તેમજ વીજ પુરવઠો પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.સદનસીબે, વૃક્ષ ધરાશાયી થયું ત્યારે રસ્તા પરથી કોઈ પસાર થઈ રહ્યું ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.