તાઉતે વાવાઝોડાએ ઉના પંથકમાં ભારે વિનાશ વેર્યો છે ત્યારે ભાજપના બક્ષીપંચ મોરચા તરફથી અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને રેશનની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.

મોદી સરકારના સુશાસનના સાત વર્ષની ઉજવણી અંર્તગત વાવાઝોડાથી પ્રભાવિત થયેલ ગીર સોમનાથ જીલ્‍લાના ઉના-ગીરગઢડા પંથકના અસરગ્રસ્‍ત લોકોને ભાજપના બક્ષીપંચ મોરચા તરફથી સહાય કરવામાં આવી રહી છે. બક્ષીપંચ મોરચાના આગેવાનો અને કાર્યકરો ટીમ તાઉ-તે વાવાઝોડાથી પ્રભાવિત થયેલ ગીર સોમનાથ જીલ્‍લાના ઉના-ગીરગઢડાના અસરગ્રસ્‍ત લોકોની મદદ કરવા સેવાયજ્ઞ અર્થે ઉના પહોંચી હતી. જેમાં બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ઉદય કાનગડ સહિત મહામંત્રી સનમભાઈ પટેલ, ઉપાધ્યક્ષ યોગેશ ગઢવી, મહેન્દ્ર બાવળીયા, દેવેન્દ્ર પ્રજાપતિ, નાજા ઘાંઘર, જે.કે.ચાવડા, પ્રજ્ઞેશ બ્રહમભટ્ટ, પી.એન.માળી, મયુર માંજરીયા, દિલીપ બારડ, અનિલ રાણા સહિતના આગેવાનો જોડાયાં હતાં.

આ હોદેદારોએ લગભગ 26 લાખ રૂપિયાના ખર્ચથી 5 હજાર જેટલી રેશનની કીટ તૈયાર કરી છે. બક્ષીપંચ મોરચાના પ્રદેશ અઘ્‍યક્ષ ઉદયભાઇ કાનગડએ જણાવેલ કે, કેન્‍દ્રની મોદી સરકારના સુશાસનના સાત વર્ષની ઉજવણી અંર્તગત જરૂરીયાતમંદ લોકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.