ધ મોસ્ટ પાવરફુલ ફિફટી વુમેન્સની યાદીમાં અનુષ્કા શર્માને સ્થાન

New Update
ધ મોસ્ટ પાવરફુલ ફિફટી વુમેન્સની યાદીમાં અનુષ્કા શર્માને સ્થાન

વ્યવસાયને લગતા એક સામાયિકના મુખપૃષ્ઠનો ચહેરો બની

અનુષ્કાએ આ સામાયિકના મુખપૃષ્ઠની તસવીર સોશયલ મીડિયા પર મુકી હતી. અનુષ્કાએ અભિનયની સાથેસાથે ફિલ્મ નિર્માણ પણ કરી રહી છે.

અનુષ્કા શર્માએ અત્યાર સુધી ફિલ્મ એન એચ ૧૦, ફિલ્લોરી અને પરી જેવી અલગ-અલગ વિષય પર ફિલ્મ પ્રોડયુસ કરી છે. અનુષ્કા શર્મા એક સફળ અભિનેત્રીની સાથેસાથે એક નિર્માત્રી પણ છે. હાલમાં તે વ્યવસાયને લગતા એક સામાયિકનું મુખપૃષ્ઠ બની છે, તેમજ તેમાં સમાયેલા 'ધ મોસ્ટ પાવરફુલ ફિફટી વુમેન્સની યાદીમાં પણ સામેલ થઇ છે. હાલ અનુષ્કા પોતાની આવનારી ફિલ્મના પ્રમોશનમાં વરુણ ધવન સાથે વ્યસ્ત છે. જેમાં તે એક સીધી-સાદી મહિલા બની છે, અને પતિના કાર્યમાં દિવસ-રાત સાથ આપે છે.

Latest Stories