અંકલેશ્વરમાં કરાયુ આયોજન

નગર સેવા સદન દ્વારા આયોજન

સ્વદેશી મેળાનું આયોજન

10 દિવસ ચાલશે મેળો

આગેવાનોના હસ્તે કરાયો પ્રારંભ

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા હાંસોટ રોડ પર આવેલ રામકુંડ ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગુજરાત શહેરી આજીવિકા મિશન અંતર્ગત આજ રોજ અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા હાંસોટ રોડ પર આવેલ રામકુંડ ગ્રાઉન્ડ ખાતે  સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વદેશી વસ્તુઓના વેચાણ અને ઉપયોગ અંગેના આહ્વાનને અનુસરી આ મેળાનું આયોજન કરાયું છે.આ મેળાનું ઉદ્ઘાટન અંકલેશ્વર નગર સેવા સદનના  પ્રમુખ જીગ્નેશ અંડાદીયાના  હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઉપપ્રમુખ વિરલ મકવાણા, કારોબારી અધ્યક્ષ રાહુલ વામજા સહિતના પદાધિકારીઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જે 10 દિવસ સુધી કાર્યરત રહેશે.આ મેળામાં 50 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. સાથે જ ખાણીપીણીના બજારનું પણ આયોજન કરાયું છે.