મહિલાઓને રોજગારલક્ષી તાલીમ આપી સ્વરોજગાર તરફ આગળ વધારવાના હેતુથી ભરૂચમાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી હતી. ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ અને પાનોલી સ્થિત સાકાતા ઇન્ક્સ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના CSR સહયોગથી બ્યુટી પાર્લર ક્ષેત્રે તાલીમ મેળવનાર મહિલાઓને બ્યુટી પાર્લર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પરેશ મેવાડાના આયોજન હેઠળ શહેરના આંબેડકર ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તાલીમબદ્ધ બહેનોને બ્યુટી પાર્લર કીટ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સાથે ભરૂચ જેલ સુપ્રીટેન્ડેન્ટ એન.પી. રાઠોડ, જિલ્લા પંચાયત સદસ્ય મગન પટેલ, સાકાતા ઇન્ક્સ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સિનિયર મેનેજર અનસુમન ગુપ્તા, જીએમ ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ્સ કૌશિક જોશી તથા ડીજીએમ એચઆર એન્ડ એડમિન હિતેશ ગાંધી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.તાલીમ મેળવનાર મહિલાઓને બ્યુટી પાર્લર વ્યવસાય શરૂ કરવા માટે જરૂરી સાધનો મળતા તેમના માટે રોજગારની નવી તકો ઊભી થવાનો માર્ગ મોકળો થયો છે.