ભરૂચના જંબુસર તાલુકાના દહેગામ ગામે સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણો દૂર કરવા તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. અંદાજે 50 એકર જેટલી સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.ગામના વિવિધ વિસ્તારોમાં સરકારી જમીન પર ખેતી કરવામાં આવતી હોવાના પગલે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
જેમાં ઉભા પાક પર પણ સરકારી GCB મશીન ફેરવી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન તાલુકા પંચાયતના અધિકારીઓ હાજર રહ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ભરૂચ: જંબુસરના દહેગામ ગામે સરકારી જમીન પરના દબાણો દૂર કરવા તંત્રનું બુલડોઝર ચાલ્યું
